Dang

ડાંગ જિલ્લાના અનેક સ્થળો પર ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના અનેક સ્થળો પર ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ, દસ જેટલા આઇકોનિક સ્થાન ઉપર ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીનું આયોજન કરાયું છે.

ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓરડીનેટર શ્રી કમલેશ પત્રેકર તરફથી મળેલ વિગતો અનુસાર, તા. ૨૧ મી જૂને, ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, જ્યારે આહવાના નૈસર્ગિક સ્થળ એવા સનસેટ પોઈન્ટ ખાતે પણ યોગ ટ્રેનરના સથવારે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે.

આહવા ઉપરાંત ગિરિમથક સાપુતારાના સનરાઇઝ પોઈન્ટ ઉપર, ઊગતા સૂરજની સાક્ષિએ, યોગ દિવસ ઉજવાશે. જ્યારે સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ યોગાભ્યાસ કરાશે.

ડાંગના સુપ્રસિદ્ધ શબરીધામ સહિત મહાલ કેમ્પ સાઇટ, ગિરમાળ ધોધ અને ગીરા ધોધ, બોટાનીકલ ગાર્ડન સહિત વેપારી નગર વઘઇ સહિત, ડાંગ જિલ્લામાં કુલ ૧૦ જેટલા સ્થળોએ ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button