Dang

સાથી હાથ બઢાના.. બંધપાડા ગામના લોકોએ સ્મશાન જવા મેટલનો રસ્તો સ્વખર્ચે બનાવી લીધો

વર્ષોથી રીઢા બની ગયેલા સરકારી તંત્રએ કોઈ મદદ નહીં કરી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાથી હાથ બઢાના.. બંધપાડા ગામના લોકોએ સ્મશાન જવા મેટલનો રસ્તો સ્વખર્ચે બનાવી લીધો

વર્ષોથી રીઢા બની ગયેલા સરકારી તંત્રએ કોઈ મદદ નહીં કરી

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બંધપાડા ગામે સ્મશાન ભૂમિ તરફ જવા માટેનો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ બરડીપાડા ખાતે ગ્રામસભામાં વારંવાર ઠરાવો કર્યા હોય, તેમ છતાં પણ આજદિન સુધી રસ્તો નહિ બનતાં ગ્રામજનો અને યુવાનોએ મળીને લોક ફાળો ભેગો કરીને રસ્તાનું કામ ચાલુ કરી દીધું છે. લગભગ ગામથી દોઢ કિલોમીટર જેટલું અંતર ધરાવતું સ્મશાન ભૂમિ સુધી આવવા જવા માટે ખૂબજ મુશ્કેલી પડતી હતી. જેનાં કારણે ગ્રામજનોની વારંવારની ફરિયાદને ગ્રામપંચાયતે ધ્યાનમાં ન લેતાં આખરે ગ્રામજનો દ્વારા લોકફાળો કરી જેસીબી અને ટ્રેક્ટર ભાડે લાવીને લગભગ ૧ કિલોમીટર જેટલો મેટલ રસ્તો બનાવી કાઢ્યો છે અને હજી ૫૦૦ મીટર જેટલો બનાવવાનું બાકી ૨હ્યું છે.

ગ્રામજનોની માંગ છે કે આવનાર દિવસોમાં ઉપરોક્ત મેટલ રસ્તાને પાકો બનાવવા સરકારી તંત્ર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે જેથી ચોમાસુ હોય કે કોઈપણ સીઝનમાં સ્મશાન ભૂમિ સુધી જવા આવવા માટે સુવિધા મળી રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button