પેડ પોધે મત કરો નષ્ટ, સાસ લેનેમે હોગા કષ્ટ: RFO વઘઈ રેન્જ
પોલ્યુશનના સોલ્યુશન માટે વૃક્ષો વાવો અને જતન કરવાનો RFO દ્વારા અનુરોધ કરાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પેડ પોધે મત કરો નષ્ટ, સાસ લેનેમે હોગા કષ્ટ: RFO વઘઈ રેન્જ
પોલ્યુશનના સોલ્યુશન માટે વૃક્ષો વાવો અને જતન કરવાનો RFO દ્વારા અનુરોધ કરાયો
દિનકર બંગાળ, વઘઈ: આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી માટે વઘઈ રેન્જના કર્મચારીઓ દ્વારા વઘઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
કર્મચારીઓ દ્વારા ૯૦ જેટલા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. જેમાં ટીમ મેમ્બર્સ દ્વારા ખૂબજ ઉત્સાહ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વઘઈ રેન્જના RFO દ્વારા આવનાર સમયમાં પર્યાવરણ સંબંધી ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. જેનાં માટે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ આવશ્યક છે. અને તેનું આયોજન કરવા ને આજનાં યુવા પેઢીને જાગૃત કરવા માટે પર્યાવરણ વિષયક કાર્યક્રમો પણ ખૂબ જ ખૂબ જ જરૂરી છે. પર્યાવરણનું મહત્વ આ યુવા પેઢી સમજે તે અતિ આવશ્યક છે. જેવી માહિતી RFO સાહેબ દિલિપ રબારી દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદુષણથી માંડીને પર્યાવરણ માટે હાનિકારક એવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આ વર્ષની થીમ “જમીન પુનઃસ્થાપન નિર્જનીકરણ, અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા” ઉપર પણ ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યું છે.
વઘઈ રેન્જમાં ફળાઉ રોપા, ઔષધીજનક રોપા, કીમતી ઈમારતી લાકડાના રોપા અંને જંગલ ઉછેરના રોપા એવા કુલ ૨,૩૦,૦૦૦ રોપા વઘઈ રેન્જની નર્સરીમાં દિલીપ રબારીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા છે. જેમાંથી જિલ્લામાંથી ૮૦,૦૦૦ રોપાનું વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે ત્યારે લોકોને વિતરણ કરવામાં આવશે તેની માહિતી આપી હતી.
વઘઈ ખાતે ૪૦ થી વધુ કર્મચારીઓ બાઈક રેલી વડે પર્યાવરણની લોકોમાં જાગૃતતા આવે તેવો અનેરો સંદેશો કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.
વઘઈ રેન્જના RFO દિલીપ રબારી સાહેબ દ્વારા વર્તમાન સમયમાં વધતી અસહ્ય ગરમીથી બચવા માટે એક જન ૨૫ થી વધુ રોપા રોપી આ કાળઝાળ ગરમી પર અંકુશ લાવવાનો સંદેશો જિલ્લાના સ્થાનિય નિવાસીઓને આપ્યું હતું. જેમાં અસહ્ય ગરમીથી બચી શકાય તેના માટે વઘઈ રેન્જ રોપા વિતરણ કરી નાગરિકોને સહાયક બનશે તેની માહિતી ડાંગ જિલ્લાના નાગરિકોને આપી છે.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વઘઈ રેન્જના RFO, કર્મચારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વન સમિતિના તમામ સભ્યો, સ્થાનિક આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.