
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
અંક્લેશ્વર ના કુખ્યાત બુટલેગર સતીષ ઉર્ફે ગાંડા ના ઝઘડીયા GIDC મા ચાલતા દારૂના જથ્થાના કાટીંગ દરમ્યાન દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ:
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી દારૂ/જુગારની બદી ડામવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ જે અન્વયે પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગે.કા.ની પ્રવ્રુત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સખ્ત સુચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ અને ડ્રાઇવ દરમ્યાન દારૂ/જુગારની ગે.કા.ની પ્રવ્રુતિ ઉપર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અસરકારક કામગીરી કરવામા આવતા ગે.કા. રીતે દારૂની હેરા-ફેરી કરતા બુટલેગરોએ પોલીસ કાર્યવાહીથી બચવા નવી-નવી પધ્ધતિ અપનાવવા લાગેલ અને વહેલી સવારના સમયે દારૂની હેરાફેરી કરતા હોવાની માહીતી મળતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સ થી બુટલેગરો ઉપર સતત વોચ રાખવામા આવેલ અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અંક્લેશ્વરના કુખ્યાત બુટલેગર સતીષ ઉર્ફે ગાંડાના દારૂના જથ્થાનુ કાટીંગ ઝડપી પાડવામા સફળતા મળેલ છે.
આજરોજ વહેલી સવારના ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ટીમને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર તાલુકાના નવાગામ કરારવેલનો રહેવાસી અને કુખ્યાત બુટલેગર સતીષ ઉર્ફે ગાંડો ચંદુભાઇ વસાવાએ પોતાના આર્થિક ફાયદા સારૂ ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઝઘડીયા જી.આઇ.ડી.સી ખાતે આવેલ બ્લેક રોઝ કંપનીની બાજુમા કાર્ડંગ કરનાર છે જે મળેલ માહીતી આધારે ટીમના પોલીસ માણસોએ રેડ કરતા વાહનો તથા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડેલ છે અને દારૂનો જથ્થો બુટલેગર સતીષ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવા રહે- નવાગામ કરારવેલ તા-અંકલેશ્વરનો હોય ઝઘડીયા પો.સ્ટે.મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બનાવટની બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ-૨૬૭૬ જેની કુલ કી.રૂ.૦૨,૩૭,૬૦૦/
(૨) એક મહીન્દ્રા બોલેરો પીક-અપ ગાડી તથા એક હો ન્ડા ટ્રીગર મોટર સાયકલ જેની કુલ કી.રૂ.૦૪,૨૦,૦૦૦/
(૩) આરોપીની અંગઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન કી.રૂ.૩૨૦૦/ મળી કુલ કી.રૂ. ૦૬,૬૦,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે.
આરોપીઓની વિગત:
પકડાયેલ આરોપી: – રવિદાસ કાભઇ વસાવા રહે-લીંગસ્થળી અલકાપુરી ફળીય તા-ડભોઇ જી-વડોદરા
વોન્ટેડ આરોપી:-
રેડ દરમ્યાન નાસી જનાર ત્રણ નહી ઓળખાયેલ આરોપીઓ તથા દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સનીય ઉર્ફે ગાંડો ચંદુભાઇ વસાવા રહે- નવાગામ કરારવેલ ના-અંક્લેશ્વર જી-ભરૂચ,
કામગીરી કરનાર ટીમ:
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ASI કનકસિંહ,હે.કો.ચંદ્રકાંતભાઈ, હે.કો.ઉપેન્દ્રભાઇ તથા હે.કો. દિલીપકુમાર તથા હે.કો.જયરાજભાઇ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ.