5જીની હરાજી પૂરી, જાણો દેશમાં ક્યાં સૌથી પહેલા મળશે 5G સેવા, કઇ કંપનીની શું તૈયારી છે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
5જીની હરાજી પૂરી, જાણો દેશમાં ક્યાં સૌથી પહેલા મળશે 5G સેવા, કઇ કંપનીની શું તૈયારી છે?
5જી સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થયા બાદ હવે દરેક કોઇ 5જી સેવાના લોન્ચિંગને લઇને ઉત્સુક છે અને તેની સર્વિસ ક્યારે મળશે તે જાણવા માંગે છે. યૂઝર્સના મનમાં એ પણ સવાલ છે કે એક યૂઝર તરીકે 5-જીથી શું ફાયદો મળશે.? સૌથી મોટી વાત એ છે કે આ સર્વિસ માટે કેટલા પૈસાની ચૂકવણી કરવાની રહેશે.?
5જી સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થયા બાદ હવે દરેક કોઇ 5જી સેવાના લોન્ચિંગને લઇને ઉત્સુક છે અને તેની સર્વિસ ક્યારે મળશે તે જાણવા માંગે છે. યૂઝર્સના મનમાં એ પણ સવાલ છે કે એક યૂઝર તરીકે 5-જીથી શું ફાયદો મળશે. સૌથી મોટી વાત એ છે કે આ સર્વિસ માટે કેટલા પૈસાની ચૂકવણી કરવાની રહેશે. હવે આ સવાલના જવાબ આવી ગયા છે. હરાજી માટે રાખવામાં આવેલા કુલ સ્પેક્ટ્રમના 71 ટકાનું વેચાણ થઇ ચૂક્યું છે. આ હરાજીમાં રિલાયન્સ જીયોની ભાગીદારી સૌથી વધુ રહી હતી. કંપનીએ કહ્યું હતું કે તે મેડ ઇન ઇન્ડિયા 5જી નેટવર્ક ટૂંક સમયમાં રજૂ કરશે. ભારતી એરટેલ અનુસાર તેના ઉપકરણોની તહેનાતી આ જ મહિને શરૂ થઇ જશે.
સૌથી પહેલા દિલ્હીમાં 5-જી સેવા શરૂ થશે:
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર ઓક્ટોબરથી આ સર્વિસ શરૂ થાય તેવી આશા સેવી રહી છે. રિલાયન્સ જીયો ઇન્ફોકોમ અને ભારતી એરટેલે કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં દિલ્હી સહિત અનેક મુખ્ય શહેરોમાં 5-જીની શરૂઆત કરશે. એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સની સેવા આગામી વર્ષે જાન્યુઆરી સુધી 9 શહેરોમાં પહોંચી શકે છે.
દેશમાં 5-જી ડિવાઇઝ 5 કરોડને પાર:
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર ભારતમાં 5-જી ડિવાઇઝની સંખ્યા જૂનમાં 5 કરોડને પાર થઇ ચૂકી છે, જે કુલ 60 કરોડ સ્માર્ટફોનનો લગભગ 12 ટકા હતા. આ મોટી સંખ્યા નથી પરંતુ નવી ખેપમાં 5-જી હેન્ડસેટ્સની તરફ ઝુકાવ વધી રહ્યો છે. શાઓમી, સેમસંગ, રિયલમી, વીવો, વન પ્લસ અને એપલ ભારતમાં 5-જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવનારી પ્રમુખ કંપનીઓ છે. ઉપકરણોની સરેરાશ કિંમત 15 હજાર રૂપિયા છે, જેને વધુ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ કિંમત 10 હજારથી નીચે આવે તેવી સંભાવના છે. આ પછી 5જી યૂઝર્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધશે.