Political
દેડિયાપાડાની ગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર બિનહરીફ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
દેડિયાપાડાની ગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર બિનહરીફ:
સર્જન વસાવા, ડેડિયાપાડા: દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે. જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે.
દેડિયાપાડા તાલુકાના નવાગામ જીલ્લા પંચાયતમાં આવેલી ગઢ ગ્રામ પંચાયતમાં ભાજપની વિચારધારાના સરપંચના ઉમેદવાર પ્રકાશભાઈ રૂપસીંગ વસાવા બિનહરિફ વિજેતા થયા છે. ભાજપના એક બિનહરીફ સરપંચ વિજેતા થતાં જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ દેવજીભાઈ વસાવા અને અન્ય કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.