Dang

ડાંગ જિલ્લાના આ૫દામિત્રોની રીફ્રેશર તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના આ૫દામિત્રોની રીફ્રેશર તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો:

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૧૨મી ઓગસ્ટ-૨૦૨૪ ના રોજ, સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા આ૫ત્તિ વ્યવસ્થા૫ન કેન્દ્ર, આહવા દ્વારા, ડાંગ જિલ્લાના આ૫દા મિત્રોનો ‘રીફ્રેશર તાલીમ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તાલીમમાં જિલ્લા ડીઝાસ્ટર કચેરીના અધિકારી/કર્મચારીઓ તેમજ ફાયર નિષ્ણાંત દ્વારા, કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં કઈ રીતે રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ, માનવ સર્જિત આપત્તિઓમાં સાવચેતી રાખવી તથા આગ સલામતી, CPR, રોડ અકસ્માતમાં આપવાની પ્રાથમિક સારવાર તાલીમ વિગેરે વિષયોની અંગે તાલીમ અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button