ડાંગ જિલ્લામાં ખોટી સહી બાબતે ઘાણા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ સુબીર પોલિસ મથકે ફરિયાદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ખોટી સહી બાબતે ઘાણા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ સુબીર પોલિસ મથકે ફરિયાદ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ઘાણા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ તોડવા માટેની હરાજી અંગે વિવાદ ઊભો થવા પામ્યો છે. હરાજી સંદર્ભે ઘાણા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે હરાજીની નોટીશ પ્રસિદ્ધ કરી તેમજ ખોટી સહી કરીને ગુનો કર્યો છે. તેમ કોન્ટ્રાકટર પરશુરામ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને સુબીર પોલિસ મથકે મુખ્ય શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, સુબીર તાલુકાના ઘાણા પ્રાથમિક શાળાના જર્જરિત ૫ ઓરડાઓ બાબતે તા. ૧૮/૦૭/૨૦૨૪ ના રોજ હરાજી કરવામાં આવી હતી. ત્યારે સરકારશ્રીના નિયમો ધારા ધોરણ મુજબ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર ડાંગ પંચાયત (માxમ) પેટા વિભાગ આહવા દ્વારા પરિપત્ર આપી જેમાં રૂl.૧૫૦૦૦ હજારની અપસેટ કરવામાં આવેલ છે. ત્યારે ફરિયાદી પરશુરામે રૂ.૧૭૬૦૦ બોલીઓ બોલી હતી. અને એમને હરાજી મંજૂર થઈ હતી. તેના રૂ.૧૭૬૦૦ ના ૧૦ ટકા લેખે તે દિવસે ૧૭૬૦ રૂપિયા જમા કર્યા હતા.
ત્યારબાદ તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ ઘાણા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દ્વારા હરાજી બાબતે નોટીશ ન્યુઝ પેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે બાબતે પરશુરામે શાળાએ રૂબરૂ મુલાકાત તેમજ હરાજી રદ કયા કારણોસર રદ કરવામાં આવી છે તે અંગે ટેલીફોનીક વાત કરતા ઉડાઉ જવાબો આપ્યા હતા. તેમજ નોટીશમાં પણ નીતિ નિયમ મુજબ જવાબો આપવામાં આવેલ ન હતા.
જેથી પરશુરામે લીગલ નોટીશ વકીલ મારફતે બીજી કરી હતી. અને મુખ્ય શિક્ષક દ્વારા કોઈ પણ ન્યાયિક સંતોષકારક જવાબ ન મળતા. RTI દ્વારા માહિતી માંગેલ હતી. હરાજીમાં ખોટી સહી કરવામાં આવી છે. જેથી ઓરડાઓ પોતાના ચાહિતાઓને મળે એવું કાવતરું મુખ્ય શિક્ષક સાથે અન્ય મળતીયાઓ મળી ખોટા દસ્તાવેજો ખોટી સહી કરી જવાબ અધિકારીઓને ભ્રમમાં રાખી બધું કાવતરું ઘડ્યું છે. અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરે તેવા બનાવ્યા છે. તેમ તેમનું કહેવું છે અને સુબિર પોલીસ મથકે ન્યાયની અપેક્ષા સાથે ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જાણવા મળ્યું કે જે વાઉચર બનાવ્યું હતું જેમાં પરશુરામ નામે વાઉચર રેહવું જોઇએ. પરંતુ એમાં મુખ્ય શિક્ષકનું નામ લખ્યું હતું. તેમજ વાઉચર પર ખોટી સહી પણ કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર આરોપીઓ તેમજ મળતીયાઓ વિરૂદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું ફરિયાદીએ જણાવ્યું હતું.