Crime

વઘઈ બોટનિકલ ગાર્ડન નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વઘઈ બોટનિકલ ગાર્ડન નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત:

દિનકર બંગાળ, વઘઈ: વઘઈ સાપુતારા રોડ પર બોટનિકલ ગાર્ડન નજીક ફોર વ્હીલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પોહચી હતી. બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થવાના કારણે દમ તોડ્યો હતો. જે સમગ્ર મામલે વઘઈ પોલિસ મથકે ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

જગદીશભાઈને વઘઈ ખાતે જરૂરી કામ માટે રૂપિયાની જરૂરી હતી માટે પૈસા ઉપાડવા ગયેલ અને ફરતી વેળાએ વઘઈ સાપુતારા રોડ પર બોટનિકલ ગાર્ડન નજીક સામેથી પુર ઝડપે અને રોંગ સાઇડે ફોર વ્હીલર (GJ-15-CQ-0791) ચાલક એકાએક ધસી આવતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક જગદીશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શરીરે નાની મોટી ઈજાઓ પોહચી હતી. જેથી જગદીશભાઈને વઘઈ સરકારી દવાખાનામાં તરત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડોકટરે માથાના ભાગે ગંભીર ઈજાના કારણે તપાસ કરતાં મરણ થયેલ જણાવ્યું હતું. જે સમગ્ર મામલાને લઈને મરણ જનાર યુવકના પિતાએ વઘઈ પોલિસ મથકે ફોર વ્હીલર ચાલક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button