South Gujarat

આહવા ખાતે સમર સાયન્સ હોબી કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આહવા ખાતે સમર સાયન્સ હોબી કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજાયો

દિનકર બંગાળ,વઘઈ: વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગ, ગુજરાત કાઉંસીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્ર-આહવા ખાતે, ૧૦ દિવસિય સમર સાયન્સ હોબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આહવા નગરના ધોરણ ૫ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

કેમ્પનાં સમાપન પ્રંસગે આહવા તાલુકા શિક્ષણાધિકારી શ્રી વિજય ગાયકવાડ, ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટ્રી શ્રી હિતેન્દ્રભાઇ પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોના હસ્તે ભાગ લેનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્રના કો-ઓર્ડીનેટર શ્રી રતિલાલભાઇ સુર્યવંશીએ ઉપસ્થિત મેહમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button