Gujarat

ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત સંગઠન પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની અધ્યક્ષ સ્થાને આહવા ખાતે બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 ડાંગ રામુભાઈ માહલા

ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના થી સંગઠન પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની અધ્યક્ષ સ્થાને બેઠક આહવાના આંબેડકર ભવન ખાતે યોજાઇ.
ડાંગ: વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઓળખાતી ભાજપ પાર્ટીને વધુ કાર્યકર્તાઓ જોડી મજબૂત સંગઠન બનાવવા પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયા એ આહવાન કર્યો હતો. ધારાસભ્ય વિજયભાઈ પટેલે દરેક કાર્યકર્તાઓને સંગઠન મજબૂત કરવા એકજુથ થવા તેમજ આગામી ચૂંટણીમાં ભવ્ય જીત અપાવવા કામે લાગી જવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું પાર્ટી થી મોટું કોઈ નથી. ભારતીય જનતા પાર્ટી માં સૌનો સાથ સૌનો વિકાશ મંત્રને જનજન સુધી પહોંચે તે માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ આમ જનતાને મળે તેવી કામગીરી કરવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રીઓ રાજેશભાઇ ગામીત, કિશોરભાઈ ગાંવીત, હરીરામ સાવંત, આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવરામભાઈ ,આહવા તાલુકા મંડળ પ્રભારી ધર્મેશભાઈ પટેલ, પ્રભારી રંજીતાબેન પટેલ ,જિલ્લા યુવા મોરચા મહામંત્રી આઝાદ બઘેલ,એસ.સી.મોરચા પ્રમુખ પ્રવીણભાઈ આહિરે, આઇટી સેલ ના ગીરીશભાઈ મોદી, મીડિયા સેલના પાંડુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય યમુનાબેન બાગુલ, બીબીબેન ચૌધરી, તાલુકા સદસ્ય દીપકભાઈ પિમ્પલે, રમેશ ડોન, મહિલા મોરચા પ્રમુખ સુમનબેન દળવી, ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, સહિત વિવિધ મોરચા ના પ્રમુખશ્રીઓ, મંત્રીઓ, સંગઠન સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button