ડાંગ જિલ્લાના પ્રો. ઉમેશ હડસ ને અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. ની પદવી એનાયત થઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના પ્રો. ઉમેશ હડસ ને અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. ની પદવી એનાયત થઇ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવામાં મદદનીશ પ્રાધ્યાપક (Assistant Professor) તરીકે ફરજ બજાવતા શ્રી ઉમેશ. એ. હડસને અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી છે.
પ્રો.ઉમેશભાઈ અનદભાઈ હડસ જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટના અર્થશાસ્ત્ર વિભાગ અને એ.આર.એસ શંખિદા આર્ટસ, સી. સી. જી. કોમર્સ એન્ડ સી.સી. હોમ સાયન્સ કોલેજ લીમડી તાલુકા સુરેન્દ્રનગર (A.R.S. Sakhida Arts, C.C.G. Commerce & C.C. Home Science College, Limbdi, Dist. Surendra Nagar) ના આચાર્ય અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એસ જી. પુરોહિત (Dr. S.G. Purohit) ના માર્ગદર્શન હેઠળ “પ્રવાસન સ્થળોના વિકાસ અને તેના પર આધાર રાખતા આદિવાસી કુટુંબનો આર્થિક અભ્યાસ (ડાંગ જિલ્લાના સંદર્ભમાં) “Development of Tourist Destinations and Economic Study of Tribal Families Who Depend on It (With Reference to Dang District) વિષય પર શોધ નિબંધ તેયાર કર્યો હતો. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ માન્ય રાખી તેઓને પી.એચ.ડી (Ph.D) ની પદવી એનાયત કરવામાં આવી છે. આ પી.એચ.ડી.ની પદવી મેળવતા ડોકટર ઉમેશભાઈ એ. હડસને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.