ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા, એક દિન તો ડાંગ મે ગુજારીયે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા, એક દિન તો ડાંગ મે ગુજારીયે
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ચોમાસુ થતાં જ જીલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને સહ્યાદ્રિ પર્વતમાળામાં ગીચ જંગલોની વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઈએ આવેલું આ પ્રાકૃતિક સૌંદર્ય અને પર્વત માળાની હારમાળાથી ઘેરાયેલું આ રમણીય હરવા ફરવાનું આવેલું સ્થળ એટલે ડાંગનું સાપુતારા, સાપુતારા પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડાંગ સમાવિષ્ટ આહવા,વઘઇ,સુબિર, તાલુકામાં અનેક વિવિધ જોવાલાયક સ્થળો, જેમકે શબરી- રામ મિલન નું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર “શબરી ધામ” સહિતના અનેક ધર્મ સ્થાનો અહીં આવેલા છે. સાથો-સાથ સાપુતારા ગીરીમથક ખાતે અનેક વિવિધ જોવા- માંણવા લાયક સ્થળો ગીરાધોધ (વઘઇ), ડોન હિલ સ્ટેશન, યુ ટર્ન ગીરમાળ, ગીરમાળ ધોધ, ( સુબિર) મહાલ કેમ્પ સાઈટ, સહિત બોટોનિકલ ગાર્ડન, દેવીના માળ, માયાદેવી, પાંડવ ગુફા, જેવાં સ્થળોએ ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતાં હાલ જીલ્લામાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
“ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા – એકબાર તો ડાંગ મે પધારીએ“:- રાજેશ દેસાઈ, સંગઠન પ્રભારી- ડાંગ,ભાજપ
મારી સૌ દેશવાસીઓ અને ગુજરાતના ગુજરાતીઓને નમ્ર વિનંતી સાથે અપીલ છે કે ,એક વાર તો ડાંગ- સાપુતારાની મુલાકાત લઈ અહીંનું રમણીય,પ્રાકૃતિક સૌંદર્ય માંણવા પધારો, અહીંના પ્રવાસન સ્થળોની મઝા જ કઈંક અલગ અને અનેરી છે. જીવનમાં કંઈક જોયું -માણ્યુંની અનુભૂતી જરુર થાય એવા સ્થળની મુલાકાત ચૂકશો નહીં.
રાજય સરકારે પણ આવા ગીરીમથકોને વધુ ને વધુ વિકસાવવાના દ્રઢ સંકલ્પ સાથે બજેટમાં જોગવાઈ કરી આવનારા સમયમાં સાપુતારા હિલ સ્ટેશનને, માથેરાન , મહાબળેશ્વર જેવા બનાવવાની નેમ સાથે આયોજન ઘડી વધુ સુવિેધાયુકત બનાવવા કટિબધ્ધતા કેળવી છે.