HealthInternational

અભ્યમ-181 મહિલા હેલ્પ લાઇન ડાંગ તરફથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7  ડાંગ રામુભાઈ માહલા 

181 મહિલા હેલ્પ લાઇન ડાંગ તરફથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અભ્યમ  181  હેલ્પ લાઇન અને આહવા પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી ઉજવણી કરવામાં આવી હતી. 

આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની કિંમત આપણે દરેક  કોરોના કહેરની બીજી લહેર વચ્ચે બહુ સારી રીતે સમજી ગયાં છીએ, પર્યાવર માનવ જીવન માટે કેટલું ઉપયોગી છે!  પર્યાવરણ વિષે આપણે  જાગરૂકતા નહિ લાવીએ તો આથી વધુ બદતર દિવસ માનવ જાતને જોવાં મળે તેમાં કોઈ નવાઈ નથીઃ 
પર્યાવરણની જાળવણીમાં દરેક નાગરિકને પોતાનું યોગદાન આપવું જોઈએ આ માટે વૃક્ષો આપણા સૌથી મૂલ્યવાન મિત્ર છે,તે આપણને પ્રાણ વાયુ આપે છે,  તેઓ ની જાળવણી અને જતન વિશ્વને સુરક્ષિત રાખવામાં ખૂબ ઉપયોગી નીવડશે અભયમ ટીમ દ્વારા આજના દિવસે વૃક્ષારોપણ કરી સૌને સંદેશ પાઠવ્યો હતો કે વૃક્ષો છે અને તેનું જતન કરવું આપણા સૌની ફરજ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button