Dang

વઘઈ તાલુકા સેવા સદન કચેરીના ગ્રાઉન્ડમાં કચરાનાં ઢગલાઓ બાળવાના સામે આવ્યા દ્રશ્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વઘઈ તાલુકા સેવા સદન કચેરીના ગ્રાઉન્ડમાં કચરાનાં ઢગલાઓ બાળવાના સામે આવ્યા દ્રશ્યો

દિનકર બંગાળ, વઘઈ: વઘઈમાં આવેલ તાલુકા સેવા સદનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ ધજાગરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો ચિત્રો જોવા મળી રહ્યા છે. વઘઈ સેવા સદન ખાતે કચરાનું સામ્રાજ્ય સાથે કર્મચારીઓ દ્વારા કચરાના ઢગલા સેવા સદનના દરવાજા પાસે જ બાળી દેતા કર્મચારીઓની બેદરકારી સામે આવી છે.

સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છતા માટે ખર્ચ કરવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાના વઘઈ સેવા સદન ખાતે ઘણાં સમયથી કચરો ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યો હતો. અધિકારીઓની બેદરકારીને કારણે મેન દરવાજા પાસે જ કચરાના ઢગલા સ્વરછતાના નામે બાળી દેતા પ્રદુષણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્વરછતા એ જ સેવાના સૂત્રને વઘઈ તાલુકા સેવા સદનના કર્મચારીઓ દ્વારા પાલન કરવામાં આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, કચરાના ઢગલા બાળી દેતા આજુબાજુના ઝાડ પણ સુકાઈ ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ત્યારે તંત્ર આ બાબતે શું પગલા ભરશે તે હવે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button