ભાજપ દ્વારા આગામી ચુંટણી પૂર્વે કોંગ્રેસના મજબુત વિસ્તારોમાં ડેમેજ કાર્યવાહી શરુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભાજપ દ્વારા આગામી ચુંટણી પૂર્વે કોંગ્રેસના મજબુત વિસ્તારોમાં ડેમેજ કાર્યવાહી શરુ: વિધાનસભા ચુંટણીની પૂર્વ તેયારીઓ થઇ રહી છે તે વચ્ચે ભાજપ કોંગ્રેસ ના ઘરમાં ભંગાણ કરી રહ્યું છે..!
ગાંધીનગર: ગત દિવસે ગાંધીનગર કમલમમાં ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ.સી.આર.પાટીલની સભામાં ઘણા કોંગ્રેસ સહિત અપક્ષ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા જેમાં દાહોદ જિલ્લામાંથી કોંગ્રેસ સહિત અપક્ષના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. દાહોદ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓએ ભાજપમા આજે 597 કોંગ્રેસ કાર્યકર્તા ની યાદી સૂપરત કરતા કાર્યકર્તા ઓમાં ચર્ચા નો વિષય બન્યો છે દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખની રણનીતિ નાં કારણે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેન્દ્રસિંહ બાકલીયાએ, દાહોદ તાલુકા પંચાયતમા માત્ર 33 વર્ષની ઉમરે પ્રમુખ બનનાર પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ નિકુંજ મેડા, દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ નિતેશ યાદવ, કોંગ્રેસના આગેવાન નજમુદ્દીન ગાંગરડીવાલા, ઝાલોદ નગર પાલિકા પ્રમુખ સોનલબેન હરેશભાઈ ડીંડોર, કાઉન્સિલર દલાભાઈ વસૈયા, કાઉન્સિલર પારસીંગભાઈ ડામોર, કાઉન્સિલર ખુમનભાઈ ડામોર , અપક્ષ કાઉન્સિલર ભાવેશભાઈ ઉર્ફે બહાદુરભાઈ કટારા, અપક્ષ શુક્રમભાઈ માલિવાડ, અપક્ષ શંકરભાઈ કટારા, અપક્ષ ઝાકીરભાઈ કાનુંગા, સી.આર.પાટિલની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ લેતા દાહોદ તથા ઝાલોદ નાં કોંગ્રેસ નાં ગઢનાં કાંકરા ખરવા માટે ભાજપે રણનીતિ આત્યારથી શરુ કરી દેતા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ખળભળાટ મચી ગયો છે જ્યારે કોંગ્રેસ માં ડેમેજ કરતા સાથે ભાજપ પોતાના જ કાર્યકર્તા માં આતરિક કલહ મીતાવશે કે પછી એ જ આંતરિક કલહ આ બે વિધાનસભા હરાવશે એ જોવાનું રહ્યું ?