નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ૯મી જાન્યુઆરીના રોજ “માય ભારત વિકસીત ભારત” વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજાશે :

શ્રોત: ગ્રામિણ ટુડેન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ૯મી જાન્યુઆરીના રોજ “માય ભારત વિકસીત ભારત” વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજાશે :
રામુભાઈ માહલા, ડાંગ: ડાંગ જીલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આગામી તારીખ ૯મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે “માય ભારત વિકસીત ભારત” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સ્પર્ધામા ભાગ લેના માંગતા સ્પર્ધકની ઉંમર ૧૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૫ થી ૨૯ વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને આ સાથે ભાગ લેનાર વ્યક્તિ ડાંગ જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ. ભાષાની રીત હિન્દી, અંગ્રેજી કે ગુજરાતી છે. જે સ્પર્ધકો ભાગ લેવા માંગતા હોય તેઓ નહેરુ યુવા કેન્દ્ર ડાંગ ઓફિસ ૯-૧૦, સરદાર કોલોની, આશ્રમ રોડ, આહવા ખાતે સંપર્ક કરી શકે છે. જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપ ઇગોલે નો સંપર્ક નંબર ૭૭૧૫૯૭૪૫૮૬ સંપર્ક સાધવા એક અખબારી યાદીમા જણાવાયુ છે.