Dang

ઢોંગીઆંબા પ્રાથમિક શાળાના નવા ઓરડા બાંધકામમાં નક્કરી વેઠ, હજી સંબંધિત અધિકારીઓએ પગલા લીધા નહિ: તેમની ભૂમિકા શંકાના દાયરામાં

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ઢોંગીઆંબા પ્રાથમિક શાળાના નવા ઓરડા બાંધકામમાં નક્કરી વેઠ, હજી સંબંધિત અધિકારીઓએ પગલા લીધા નહિ: તેમની ભૂમિકા શંકાના દાયરામાં

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામા આવેલ ઢોંગીઆંબા ગામની પ્રાથમિક શાળા નવા ઓરડાનું બાંધકામમાં ભ્રષ્ટાચારની ભૂ જોવા મળી રહી છે. જોકે કોન્ટ્રાકટર દ્વારા નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં એક તરફ પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે નાના ભૂલકાઓના શિક્ષણ માટે ઓરડાની અછત, જયારે બીજી તરફ મંજુર ઓરડામાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો વિકાસ કોનો તે હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અહીં કોન્ટ્રાકટર દ્વારા શાળાના નવા મકાનનાં બાંઘકામમાં નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ આ પ્રકારના હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં બાળકો સાથે કોઈ અઘટિત ઘટના બને તો કોણ જવાબદાર રહશે ? અધિકારીઓ કે પછી કોન્ટ્રાકટર? આવા અનેક સવાલ સાથે તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે.ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય પારદર્શક સ્થળ તપાસ કરીને કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહીનાં પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button