વઘઈના બોરીગાવઠા ગામે કાર અને મોટસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા, બાળકીનું મોત

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈના બોરીગાવઠા ગામે કાર અને મોટસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા, બાળકીનું મોત
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ ઝાવડા રોડ પર બોરીગાવઠા ગામે કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વર્ષીય બાળકી ઉપર કાર પલટી મારી જતા ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું. વઘઈ તાલુકાના જામલાપાડા ( રંભાસ )ગામ ખાતે રહેતા જીગ્નેશભાઈ નાનાભાઈ ગાવિત (ઉ.વ.26) તેમની મોટરસાયકલ નંબર GJ-30 C 9258 ઉપર બે વર્ષીય પુત્રી પાર્થવી, પત્ની કિંજલબેન અને માતા તારાબેન એમ ચાર જણા સવાર થઈને બોરીગાવઠાથી વઘઈ તરફ આવી રહ્યા હતા. તે સમયે વઘઈ તરફથી વેગેનાર કાર નંબર GJ-05-CB-2355ના ચાલકે મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો. આ કાર પલટી જતા મોટરસાયકલ કાર નીચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ચારેયને ઇજા પહોંચી હતી. જેમાં બે વર્ષીય પાર્થવીનું મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વઘઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતને લઈને વઘઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.