GSRTC બસના ડ્રાઈવરે નાગરિકોની સેવાને લજ્જિત કરતા ડેપો મેનેજરે કાર્યવાહી કરી
બસનો ડ્રાઈવર નાગરિકોને હાથ ઊંચો કરો બસમાં બેસો સુત્રને તારતાર કરતાં જોવા મળ્યો હતો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
GSRTC બસના ડ્રાઈવરે નાગરિકોની સેવાને લજ્જિત કરતા ડેપો મેનેજરે કાર્યવાહી કરી
બસનો ડ્રાઈવર નાગરિકોને હાથ ઊંચો કરો બસમાં બેસો સુત્રને તારતાર કરતાં જોવા મળ્યો હતો
દિનકર બંગાળ,વઘઈ: ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્ય નિગમની ચાલતી મુસાફરોની બસમાં ડ્રાઈવરો મુસાફરોને સુવિધાના નામે હેરાનગતિ કરતાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લામાં GSRTC ના ડ્રાઈવરો મુસાફરો હાથ ઉંચો કરો અને બસમાં બેસો સુત્રને ગણકારતા નથી નાગરિકો હાથ ઉંચો કરી બસમાં બેસતાં હોય પરંતુ ડાંગ જિલ્લામાં વલસાડ ડિવિઝનનું આહવા બસ ડેપોના ડ્રાઈવરો મનમાની કરી રહ્યા હોય તેવા આરોપો સ્થાનિક મુસાફરો દ્વારા લગાડવામાં આવ્યા છે. મુસાફરો હાથ ઉંચો કરી બસ થોભાવતા હોય પરંતુ ડ્રાઈવર બસ ઉભી રાખતા નથી નાગરિકો પર રોફ જમાવતો જોવા મળ્યો છે. ડાંગ જિલ્લાના આહવા બસ ડ્રાઇવર અશોક મકવાણા બેઝ નંબર 28354 ની ખુલ્લેઆમ મુસાફરો સાથે દાદાગીરી કરતો જોવા મળ્યો છે. તારે જે કરવાનું એ કરી લે, મારે જ્યાં બસ ઊભી રાખવી હોય ત્યાજ ઊભી રાખીશ. અને કેમેરો બંધ કર પછી જવાબ આપું એવી દાદાગીરી કરતો બસ GJ.18.Z.2922 નો ડ્રાઇવર અશોક મકવાણા બેઝ નંબર 28354 લોકોને પોતાનો ગુંડાઈ અવતારથી હેરાન કરતો હોવાનાં આરોપો લાગ્યા છે.
શું આ અશોક મકવાણાને ડેપો મેનેજરનો પણ ડર નથી? શું આ અશોક મકવાણાને રોકવા માટે અધિકારીઓ પણ ડરે છે? એવાં સવાલો સ્થાનિક મુસાફરોને ઉઠવા પામ્યા છે. લોકો પાસેથી મળેલ માહિતી મુજબ આ અશોક મકવાણાની દાદાગીરી છેલ્લા કેટલા સમયથી ચાલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, આહવા ડેપો મેનેજરને ટેલીફોનીક વાત કરતા જાણવા મળ્યું હતું કે, આ બાબતે ડ્રાઈવર પાસે લેખિતમાં જવાબ લેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો મુસાફરો સાથે ગેરવર્તણૂક બાબતે આહવા બસ ડેપોમાંથી છુટો કરવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી કરવા માટે વલસાડ ડિવિઝનને ડેપો મેનેજર આહવાએ લેખીતમાં રજૂઆત કરી છે. તેમ જાણવા મળી રહ્યું છે.