વહીવટીતંત્રની બેદરકારીને કારણે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા હજી ધમધમતા:
બોરીગાંવઠા સહીત અનેક જગ્યાએ ઈંટના ભઠ્ઠાઓ પાસ પરમીટ અને ચીમની વગર ચાલી રહ્યા છે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વહીવટીતંત્રની બેદરકારીને કારણે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા હજી ધમધમતા:
બોરીગાંવઠા સહીત અનેક જગ્યાએ ઈંટના ભઠ્ઠાઓ પાસ પરમીટ અને ચીમની વગર ચાલી રહ્યા છે
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: એક તરફ સરકાર “મારી માટી મારો દેશ” અને બીજી બાજુ જિલ્લાની માટીમાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાનો વેશ ધમધમતો જોવા મળી રહ્યો છે. ત્યારે બોરીગાંવઠા ખાતે ઈંટના ભઠ્ઠાઓ પાસ પરમીટ વગર ગેરકાયદેસર ધમધમતા ગ્રામીણ ટુડે ન્યૂઝના કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. તંત્રને ઈંટના ભઠ્ઠા અટકાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
માટી ચોરી કરીને સરકારી તિજોરને નુકશાન પોહચાડનારાઓ અને ઝાડોનું નિકંદન કાઢી રોકડી કરી લેતાં લોકોને કોનું પીઠબળ..?
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરીગાંવઠા ખાતે જિલ્લા બહારના વ્યક્તિ ઈંટના ભઠ્ઠાઓ ચલાવી રહ્યા છે. ડાંગ જિલ્લો અતિગાઢ જંગલોથી ઘેરાયેલો જિલ્લો છે, આ જંગલોમાં પશુ,પક્ષી, જીવજંતુઓ વગેરે પ્રાણીઓ રહેતા હોય. ત્યારે ઈંટના ભઠ્ઠાના કારણે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે તેમજ પ્રદૂષણ સાથે જમીનને પણ નુકશાન થઈ રહ્યું છે અને બહારના વ્યક્તિઓ ઈંટના ભઠ્ઠાથી પૈસા કમાવી રહ્યા છે. આતો કોની મહેરબાનીથી ઈંટના ભઠ્ઠાઓ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે તે મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર આ ગેરકાયદેસર ચાલતા ઈંટના ભઠ્ઠા અટકાવવામાં નહીં આવે તો આવનારો કાળ ડાંગ જિલ્લાની વનરાજીનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ એટલે કે જંગલ જમીન પશુ પક્ષી માટે કાળો કાળ જેવી પરિસ્થિતિ જોવા મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર ઈંટના ભઠ્ઠાને અટકાવશે કે પછી આમને આમ જ ચાલુ રાખશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.