Dang

ડાંગમાં પત્રકારો સાથે અન્યાય, પોસ્ટલ બેલેટ મતદાન માટે થઈ બાદબાકી: પત્રકારોમાં રોષ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગમાં પત્રકારો સાથે અન્યાય, પોસ્ટલ બેલેટ મતદાન માટે થઈ બાદબાકી: પત્રકારોમાં રોષ

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ” ને ડાંગ જિલ્લામાં ચુંટણી પ્રક્રિયાએ મોટો વિવાદ સર્જ્યો છે. જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે મોટા ગજાના સવાલો ઉઠવા પામ્યા છે‌. ડાંગ જિલ્લાના પત્રકારો પાસેથી ડાંગ જિલ્લાના ચુંટણી વિભાગે પોસ્ટલ બેલેટ મતદાનનો અધિકાર છીનવી લેતાં સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારનાં ચૂંટણી વિભાગનાં પરિપત્ર મુજબ ડાંગ જિલ્લાનાં પત્રકારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સૂચનાઓ મુજબ ઓનલાઇન ફોર્મ ભર્યાની સાથે માહિતી ખાતામાં નોંધણી કરી હતી. તેમ છતાં ડાંગ જિલ્લાના પત્રકારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે બાકાત રાખવામાં આવ્યા છે. તેવામાં ડાંગ જિલ્લાના પત્રકારોએ ચૂંટણીના દિવસે પત્રકારિતા કરવી કે પછી મતદાન કરવા જવુ તે સળગતો પ્રશ્ન બની ગયો છે.

ડાંગ જિલ્લાના પત્રકારોને પ્રશ્ન એ થાય છે કે, અન્ય જિલ્લાઓમાં ચૂંટણી અધિકારી દ્વારા પત્રકારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે હક આપવામાં આવ્યો. ડાંગ જિલ્લાના ચૂંટણી અધિકારી શા માટે પત્રકારોને પોસ્ટલ બેલેટથી મતદાન માટે બાદબાકી કરી છે? ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગેની કોઈ જાણ છે કે નહીં? આવા અનેક સવાલ ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી પર ડાંગ જિલ્લાના પત્રકારો સાથે જિલ્લાના નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

ડાંગ જિલ્લાના પત્રકારો સાથે કરવામાં આવેલ અન્યાય માટે જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા આગળની શું કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે જોવું જ રહ્યુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button