Dang

આહવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના મત વિસ્તારનું ગામ કરંજડી ખાતે લોકો પાણી માટે તલપાપડ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આહવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના મત વિસ્તારનું ગામ કરંજડી ખાતે લોકો પાણી માટે તલપાપડ

રામુભાઈ માહલા, ડાંગ : ડાંગ જિલ્લામાં આહવા તાલુકાનુ સમાવિષ્ટ કરંજડી ગામે ચૂંટણી નજીક આવે ત્યારે જ ક્રેઈન કુવા પાસે લઈને મુકવામાં આવે છે, અને ચૂંટણી પત્યા પછી તરતજ ક્રેઈન ઉઠાવી લેવામાં આવે છે..! આવી પ્રવુતિ 10 વર્ષથી ચાલુ છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના મત વિસ્તારનું કરંજડી ગામ હોવા છતાં પણ, આ ગામમાં પાણી પુરવઠા વિભાગની કામગીરી સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.

ગ્રામજનો દ્વારા મળેલ માહિતી મુજબ ગામમાં ફક્ત એક હેન્ડપમ્પમાં થોડું પાણી છે. માંડ માંડ આખી નાઇટ ઉજાગરો કરીને બહેનો પાણી ભરે છે. ઘણી રજૂઆતો તેમ છતાં, કોઈ ધ્યાન આપતું નથી..?

ઉપરોક્ત ગામ અને કુવાની સ્થળ પર વિઝીટ કરતાં જાણવા મળ્યું કે, ખરેખર પાણી વગર ગામની સમસ્યા ખૂબજ દયનિય છે. કૂવો ગામની સીમમાં નદી કિનારે છે અને કુવામાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે.તેમ છતાં પણ પાણી પુરવઠા અને સ્થાનિક નેતાઓની બેદરકારીના કારણે ગામનાં લોકોને ગામમાં પાણી મળતું નથી.

નોંધ : જો કુવાને હજી ઊંડો કરીને સારી રીતે પાકું બાંધકામ કરી તેમાં મોટર અને પાઈપલાઈન કરી દેવામાં આવે તો, ગામમાં 100% પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય તેમ છે. માટે, પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક નેતાઓ તાત્કાલિક આ ગામની અને કૂવાની મુલાકાત લઈને પાણીનો પ્રશ્ન હલ કરે તે ગામનાં લોકોના હિત માટે જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button