સરકારી ડેટા સાથે ચેડા કરનાર પર એક સપ્તાહમાં જ કાયદેસરની કાર્યવાહી કરાશે: આહવા ટીડીઓ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સરકારી ડેટા સાથે ચેડા કરનાર પર એક સપ્તાહમાં જ કાયદેસરની કાર્યવાહી કરાશે: આહવા ટીડીઓ
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લામાં ધવલીદોડ ગ્રામ પંચાયતનાં સરપંચ સાથે મળી, સરકારી ડેટા સાથે ચેડા કરનાર, વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતમાં સરપંચનાં પતિ દ્વારા અભદ્ર ભાષામાં ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો. અને જે કામો થઈ ગયા છે. અને તેના પછી ઓનલાઈ કામો સાથે છેડછાડ કરી હતી. અને કામોને પ્રગતિમાં બતાવી દેવામાં આવ્યા હતા.
આ અંગે ટીડીઓને જાણ કરતા. ટીડીઓએ એવી જાણકારી આપી છે કે, આવનારા એક સપ્તાહમાં જ જેણે પણ સરકારી ડેટા સાથે ચેડાં કર્યા છે. એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યકિત સામે પગલા ભરવામાં આવશે કે, પછી ફાઈલ બનાવીને દબાવી દેવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે.