ડાંગ જિલ્લાના કિરલી ગામની ૨૨ વર્ષીય યુવતી ગુમ થઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના કિરલી ગામની ૨૨ વર્ષીય યુવતી ગુમ થઇ
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગના પોલિસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના સુબિર પોલીસ સ્ટેશનમા સમાવિષ્ટ કિરલી ગામની ૨૨ વર્ષીય યુવતી ગુમ થયેલ છે.
ગુમ થનાર નામે અર્ચનાબેન ગૌતમભાઇ ગવળી ઉંમર ૨૨ વર્ષ છે. દેખાવે ઘંઉ વર્ણ, ચહેરો લંબગોળ, ઊંચાઈ ૪ ફુટ જેના શરીરે કાળા કલરની ફુલ ડીઝાઇન વાળી મેક્સી તથા કાળા કલરનો દુપટ્ટો પહેરેલ છે. તેઓ ડાંગી, ગુજરાતી અને મરાઠી ભાષાના જાણકાર છે. અર્ચનાબેન કોઇને પણ કહ્યા વગર ઘરેથી ચાલી ગઇ ગુમ થઇ ગઇ હોય તે બાબતે તેઓના વાલી દ્વારા સુબિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉક્ત વર્ણનવાળી યુવતી જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં મળે તો, આહવાના પોલીસ કંટ્રોલ રૂમ.૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલિસ સ્ટેશનનો ૦૨૬૩૧-૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.