આહવા નગરનું એકમાત્ર તળાવની સફાઈ માટે કલેકટરને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા નગરનું એકમાત્ર તળાવની સફાઈ માટે કલેકટરને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ
દિનકર બંગાળ, વઘઈ: આહવામાં આવેલ મુખ્ય તળાવની દયનીય હાલત બાબતે આહવા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલને અરજી આપીને તળાવની સાફસફાઈ તેમજ જળકુંભી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
હાલ સમગ્ર ડાંગ જિલ્લો પાણીના કાળો કાળની ઝપેટમાં આવેલો છે. જેની અસર આહવા નગરને વિચલિત કરી નાખી છે. આહવા નગરમાં સરસ મજાનો તળાવ હોવાથી તેની વર્તમાનની સ્થિતિ ખૂબ જ ખરાબ અને માનવીના જીવનમાં ઉપયોગ વગરની થઈ ગઈ છે. નગરનું માનવ જીવન તળાવ પર નિર્ભય હોય પરંતુ તેની સફાઈ ન હોવાથી તેનો ઉપયોગ કોઈ માનવી કરી શકતો નથી અને તળાવમાં આટલી ગંદકી જોવા મળે છે. કે, આહવા નગરના નજીકના લોકો રોગચાળાની ઝપેટમાં આવી શકે છે.
તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને આહવાનું એકમાત્ર તળાવ જેની સુંદરતાને લાંછન લાગી રહ્યું છે. આ તળાવ ગ્રામ પંચાયતને સુપ્રત થાય એ બાબતની અરજી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. જેથી તળાવની જાળવણી અને સમયાંતરે તેની સફાઈ થઈ શકે.
ગ્રામ પંચાયત દ્વારા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આહવાના ગ્રામજનો ગ્રામ પંચાયત પર તહમોત લગાવી રહ્યા છે કે,ગ્રામ પંચાયત દ્વારા તેની સફાઈ કરવામાં આવતી નથી.
આહવા ગ્રામ પંચાયત માંગણી કરી કે, ગ્રામ પંચાયતને તળાવ સુપ્રત થાય કે ન થાય ત્યાં સુધી તળાવની સફાઈ અંગે યોગ્ય કાર્યવાહી કરી જળકુંભીનો યોગ્ય નિકાલ કરી સાફ-સફાઈ કરાવવા તેમની કક્ષાએથી થતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.