ડાંગમાં છેવાડાનાં ગામોમાં મોબાઈલ નેટવર્કનો અંધારપટ, 2G નેટવર્કનાં કારણે જન-જીવન ત્રસ્ત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં છેવાડાનાં ગામોમાં મોબાઈલ નેટવર્કનો અંધારપટ, 2G નેટવર્કનાં કારણે જન-જીવન ત્રસ્ત:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા ગામ ખાતે BSNL નું નેટવર્ક ચોમાસાની ઋતુમાં વર્તમાન સમયની સ્થિતિ ખૂબ જ વણસી ગયેલી જણાય રહી છે. જેમાં સ્થાનિક આદિવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા ગામ ખાતે BSNL ટાવર 2G ની સેવાઓ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને 5G નેટવર્કનાં આધુનિક જમાનામાં પણ 2G નેટવર્કનો ઉપયોગ કરવા આજે પણ મજબૂર બન્યા છે.
ભારત દેશ 5G નેટવર્ક તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેનામાં હજી ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં 2G નેટવર્કનો ઉપયોગ થઈ રહ્યો છે. વિકાસની હરોળમાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ જોડે અન્યાય થઈ રહ્યો હોવાની ચર્ચાઓ જિલ્લામાં ચાલી રહી છે.
દેશ ચન્દ્ર પર પહોંચી ગયો પરંતુ ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 2G ની સેવાઓ ચાલી રહી છે. આ ડાંગ જિલ્લાના આદિવાસીઓની સમસ્યા નથી. પરંતુ વર્તમાન ગુજરાત રાજ્યની વિફલતા કહેવાય, જે અંતરીયાળ વિસ્તારમાં સારૂં મોબાઈલ નેટવર્કની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકી નહી. વિકાસની પીપોડીયો વગાડવા બંધ કરો જેવો અવાજ સ્થાનિક અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારમાંથી ઉઠી રહ્યો છે.
અંદાજે ૨૦ દિવસ પહેલા મોબાઈલ ટાવરમાં 4G ઉપકરણના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. પણ હજુ સુધી 4G નેટવર્ક પકડતું નથી. ડાંગ જિલ્લામાં BSNL મોબાઈલ ટાવરનું સંચાલન કરનાર અધિકારીઓ પોતાની ઓફિસે 4G, 5G નો લાભ લઈ રહ્યાં છે પરંતુ ગામડાના લોકો માટે સુવિધાઓ પુરી પાડવામાં ખૂબજ બેદરકારી દાખવી રહ્યા છે. તેમ સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે.