આંબાપાડાથી ગુંદવહળ સુધીના રસ્તાની સાઈટે આવેલ લોખંડની સંરક્ષણ સી-ચેનલની ચોરી થઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આંબાપાડાથી ગુંદવહળ સુધીના રસ્તાની સાઈટે આવેલ લોખંડની સંરક્ષણ સી-ચેનલની ચોરી થઈ
દિનકર બંગાળ, વઘઈ: ‘ન કરે નારાયણ’ જેવી ઘટનાઓ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માર્ગ મકાન પેટા વિભાગ, વઘઈના તાબા હેઠળ આવતો આંબાપાડાથી ગુંદવહળના રસ્તા ઉપર ઘટના ઘટીત થઈ છે.
મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માર્ગ મકાન પેટા વિભાગ, વઘઈનાં તાંબા હેઠળનાં રસ્તા ઉપર આંબાપાડાથી ગુંદવહળ તરફ જતો રસ્તો જે મહારાષ્ટ્ર રાજ્યની સરહદને જોડતો રસ્તો છે. તે રસ્તાની સાઈટે રાહદારીઓની સુરક્ષા માટે લગાવેલી લોખંડની સંરક્ષણ એન્ગલની સી-ચેનલ કોઈ ઇસમો દ્વારા ચોરી કરી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અંદાજે ૫ થી ૭ કિલોમીટર સુધી અંતરે રાહદારીઓની સુરક્ષા માટે લગાવેલી લોખંડની સી-ચેનલ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ચોરી થઈ તે બાબતે તંત્ર દ્વારા હજી કેમ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓની બેદરકારી અંગે યોગ્ય કાર્યવાહી થશે ખરી?