Dang

ડાંગ જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસ નિમિતે “બેટી બચાઓ – બેટી પઢાઓ” થીમ અંતર્ગત PC & PNDT Actનો વર્કશોપ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસ નિમિતે “બેટી બચાઓ – બેટી પઢાઓ” થીમ અંતર્ગત PC & PNDT Actનો વર્કશોપ યોજાયો:

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: તારીખ ૧/૮/૨૦૨૩ થી તા. ૮/૮/૨૦૨૩ દરમ્યાન યોજાઈ રહેલા “નારી વંદન સપ્તાહ” અંતર્ગત તા.૨/૮/૨૦૨૩ના રોજ “બેટી બચાઓ-બેટી પઢાઓ” દિવસની ઉવજણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ, આહવા ખાતે PC & PNDT Actના વર્કશોપનુ આયોજન, આરોગ્ય શાખા દ્વારા કરવામા આવ્યુ હતુ.

આ વર્કશોપમા જનરલ હોસ્પિટલ આહવા, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, તથા નર્સીંગ કોલેજ વિગેરેના અધિકારી કર્મચારીઓ સહભાગી થયા હતા.

તાલુકા આરોગ્ય અધિકારી શ્રીમતી ડો.સ્વાતી પવારે કાર્યક્રમની રૂપરેખા આપી કાર્યક્રમનો ઉદેશ રજુ કર્યો હતો. શ્રીમતી ડો. સ્વાતી પવારે દિકરી પ્રત્યે લાગણી વ્યક્ત કરતા સમાજમાં દિકરીની મહત્વકાંક્ષા સમજાવી હતી.

કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો” ની જાગૃતિ માટે એક ટુંકી ફિલ્મ તથા બે વિડીયો શો બતાવવામાં આવ્યા હતા. તેમજ વ્યસન મુક્તિ અંગે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

કાર્યક્રમમા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધ્યક્ષા શ્રીમતી મયનુબેન બાગુલ, આહવા સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો.મિતેશ કુનબી, આહવા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનુરાધા ગામીત, આરોગ્ય શાખા (NTCPSW) શ્રીમતી રસીલાબેન સી.ચૌધરી, (DPA PC & PNDT) શ્રી ઉમાકાન્તભાઇ પટેલ, જનરલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ તથા નર્સિંગ કોર્સ કરતી વિધ્યાર્થીનીઓ તેમજ વ્હાલી દીકરી યોજનામાં લાભ મળતા મંજુરીપત્ર સાથેની મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button