Crime

ડેડીયાપાડા પોલીસે હરીપુરા ગામમાં જુગાર પર રેડ કરી 10 જુગારીઓને ઝડપી લીધા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ડેડીયાપાડા પોલીસે હરીપુરા ગામમાં જુગાર પર રેડ કરી 10 જુગારીઓને ઝડપી લીધા

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા.

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન હરીપુરા ગામથી (૧) અક્ષયભાઇ ગુલાબભાઇ વસાવા (૨) સતિષભાઇ ભીમસિંગભાઇ મોવાસી (૩) અમરસિંગભાઇ ઢોળીદાસભાઇ મોવાસી (૪) રાજુભાઇ વનકરભાઇ મોવાસી(૫) નિલેશભાઇ ગુલાબભાઈ મોવાસી(૬) સુરેશભાઇ ધનજીભાઈ મોવાસી (૭) રાજુભાઇ છત્રસિંગભાઇ મોવાસી(૮) જલમસિંગભાઇ ફુલસિંગભાઈ મોવાસી (૯) કિરીટભાઇ દીલીપભાઇ વસાવા (૧૦) અજયભાઇ અર્જુનભાઇ વસાવા, તમામ રહે. હરીપુરાને હારજીતનો જુગાર રમી રમાડતા દાવ પરના રોકડા રૂ.૨૦૦/- તેમની અંગ ઝડતીના રોકડા રૂ.૧૩૩૦/- મળી કુલ કિ.રૂ.૧૫૩૦/-ના જુગાર રમવાના સાહીત્ય સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button