Dang

ભેંસકાત્રી ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ૧૭૯૪ અરજીઓનો હકારાત્મક નિકાલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ભેંસકાત્રી ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ૧૭૯૪ અરજીઓનો હકારાત્મક નિકાલ:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ, સેવા સેતુના દસમા તબક્કાના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પ્રાંરભ કરવામા આવ્યો છે.

જે મુજબ તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાના ભેંસકાત્રી ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

આ ‘સેવા સેતુ’ કાર્યક્રમમા ૩૩ ગામોના કુલ ૨ હજાર ૭૮૫ લોકોએ ભાગ લીધો હતો. અહિ કુલ મળેલ ૧ હજાર ૭૯૪ અરજીઓનો સો ટકા હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, છેવાડાના લોકો સુધી જન કલ્યાણકારી યોજનાઓ પહોચાડવા, સરકારશ્રીએ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. સેવા સેતુના કાર્યક્રમમા લોકોને એક જ સ્થળે સરકારી જન કલ્યાણકારી યોજનાઓના સરળતાથી લાભો મળે છે, અને આ કાર્યક્રમમા લોકો આશાઓ લઇને આવતા હોય છે, ત્યારે તેઓની આશા પુરી કરવા અને યોજનાઓનો લાભ આપવા સરકારી અધિકારી/કર્મચારીઓને શ્રી પટેલે આહવાન કર્યુ હતુ.

તેમજ મહિલાઓ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રોજગારલક્ષી પી.એમ.વિશ્વકર્મા યોજના, તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રૂપિયા ૧૦ લાખ સુધીની તબીબી સારવાર માટેના કાર્ડ મેળવી લેવા પણ સ્થાનિક લોકોને ખાસ અપીલ કરી હતી. આ યોજનાઓના લાભ માટેના આનુસાંગિક પ્રમાણપત્રો, દસ્તાવેજો પણ, આ સેવા સેતુ કાર્યક્રમમા ઉપલબ્ધ હોવાથી, અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળી રહેશે. આથી સરકારના આ હકારાત્મક કાર્યક્રમોનો વધુમા વધુ લાભ લેવા માટે શ્રી વિજયભાઇ પટેલે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત સહિત સ્થાનિક પદાધિકારીઓ,અધિકારી/કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button