આહવા તાલુકાના ધવલીદોડ ગામે ખેડૂતના ઘરમાં કબાટ તોડી ચોર ચોરી કરી ફરાર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા તાલુકાના ધવલીદોડ ગામે ખેડૂતના ઘરમાં કબાટ તોડી ચોર ચોરી કરી ફરાર:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગામે એક ખેડૂતના ઘરમાં રાત્રીના સમયે ઈસમ ઘુસી પતરાના ત્રણ કબાટ તોડી રૂપિયા ચોરી કર્યા હોવાની ફરિયાદ આહવા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, આહવા તાલુકાના ધવલીદોડ ગામનો ખેડૂત કૈલાશભાઈ ગોવિંદભાઈ ગાયકવાડ ખેતી કરીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તા.૨૯/૦૫/૨૦૨૫ ના રોજે ખેતીકામ કરી સાંજના સમયે ભોજન કરીને તેમના પરિવાર સાથે હળવાશની પળો ગાળીને રાત્રીના સમયે ઉંઘી ગયા હતા. ત્યારબાદ તારીખ ૩૦/૦૫/૨૦૨૫ ના રાત્રીના ૨:૦૦ વાગ્યાના સમયે અચાનક અવાજ આવતા તેવો જાગી ગયા અને આજુબાજુ જોતા કબાટ પાસે ગામનો જ ઈસમ નામે પ્રદીપભાઈ ઠાકરે જોવા મળ્યો હતો. તેવોએ પ્રદીપને પૂછ્યું કે ઘરમાં કેવી રીતે આવ્યો અને કેમ આવ્યો.? ત્યારે પ્રદિપ નામના ઈસમ જણાવે છે કે હું દરવાજો ખોલીને અંદર આવ્યો છું. અને અન્ય કોઈ જવાબ આપેલ નથી. અને પ્રદીપ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
કૈલાશભાઈ અને તેમના પત્ની સુનીતાબેન સવારે છ વાગ્યા ઊઠીને જોયું તો અન્ય એક રૂમમાં ત્રણ કબાટ હતા. તે ખુલ્લા જોવા મળ્યા હતા. પતરાના કબાટની ચકાસણી કરતા વીસ હજાર રૂપિયા ગાયબ થયેલા હતા. જેથી કૈલાશભાઈને લાગ્યું કે પ્રદીપભાઈ ૨૦,૦૦૦ રૂપિયા લઈ ગયો હશે. જે સમગ્ર મામલે ખેડૂત કૈલાશભાઈએ આહવા પોલીસ સ્ટેશને ચોરી કરનાર પ્રદીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.