South Gujarat

ડાંગ જિલ્લા કક્ષાના ‘પોષણ સંગમ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા કક્ષાના ‘પોષણ સંગમ કાર્યક્રમ’નું ભવ્ય આયોજન:

જિલ્લામાં C-MAM કાર્યક્રમ અમલ માટે 10 પગલાંઓ ઉપર ચર્ચા કરાઈ

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ વિભાગ હસ્તકના ICDS શાખા, જિલ્લા પંચાયત-ડાંગ દ્વારા ‘પોષણ સંગમ કાર્યક્રમ’ના શુભારંભ અને અમલ માટે જિલ્લા કક્ષાનો વર્કશોપ ડો. આંબેડકર હોલ, આહવા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ હેઠળ કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન માટેની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્કશોપમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટીલે બાળકના જીવનના પ્રથમ 1000 દિવસ દરમિયાન યોગ્ય પોષણ ઉપર ભાર મૂકતા, આંગણવાડી કાર્યકરોને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતુ. તેમણે અંતરિયાળ વિસ્તારમા થતા બાળલગ્ન નાબૂદ કરવા માટેના પ્રયત્નોની પણ હિમાયત કરી હતી.

પ્રોગ્રામ દરમિયાન ICDSના સુપરવાઈઝરો અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા C-MAM (Community-based Management of Acute Malnutrition) કાર્યક્રમના અમલ માટેના 10 અગત્યના પગલાંઓ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આરોગ્ય શાખા દ્વારા કુપોષિત બાળકો માટે આવશ્યક દવાઓના સ્ટોલ મુકાયા હતા. ઉપરાંત, ICDS દ્વારા ‘પોષણ સંગમ કાર્યક્રમ’ અંતર્ગત ચલાવવામાં આવતા અનોખા ખાદ્ય પ્રયોગો જેમ કે બાલ શક્તિની રાબ, સરગવાનો સૂપ અને નાગલીની રાબનુ પ્રદર્શન પણ આયોજિત કરવામા આવ્યુ હતુ.

પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જ્યોત્સનાબેન પટેલે ડાંગ જિલ્લામાં ‘પોષણ સંગમ કાર્યક્રમ’ અંતર્ગત કરવામાં આવેલ ઇનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસિસની જાણકારી આપી હતી. બાળ વિકાસ યોજના અધિકારી, સુબીરે પોષણ કાર્યક્રમના અમલ અને કુપોષણ નિવારણ માટે આંગણવાડી કક્ષાએ લેવામાં આવતા પગલાં અંગે વિગતવાર માહિતી આપી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ આરોગ્ય અને ICDS વચ્ચેના સંકલન અને C-MAM કાર્યક્રમમાં તબીબી હસ્તક્ષેપના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી નેહા કંથારિયાએ CMAM અને EGF પોષણ સંગમના 10 પગલાંઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, અને જિલ્લાના પ્રશ્નોના ઉકેલો માટે માર્ગદર્શન આપ્યું હતું.

સહભાગીઓ માટે એક જ્ઞાનવર્ધક ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં કર્મચારીઓનો ઉમદા પ્રતિસાદ જોવા મળ્યો હતો. પોષણ સંગમ મોબાઈલ એપ્લિકેશન અને ડાંગ જિલ્લાના પોષણ સ્તર અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ICDS અને આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ચેતના સંસ્થા અને આગાખાન સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button