South Gujarat

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામા આવેલ છે.

જે અંતર્ગત મોટર સાઈકલ, ટ્રાન્સપૉર્ટ વાહનો તથા મોટરકારના નંબર માટે GJ30E, GJ30F, GJ30C GJ30T, GJ30P તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.

આ માટે (૧) તા. ૧૬/૬/૨૦૨૫ થી ૧૮/૬/૨૦૨૫ ના રોજ REAUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા. ૧૮/૬/૨૦૨૫ થી ૨૦/૬/૨૦૨૫ના રોજ AUCTION માટેનુ BIDDING OPEN થશે. (૩) હરાજીનું પરિણામ તારીખ ૨૧/૬/૨૦૨૫ પછી કરવામાં આવશે.

હરાજી માટેની શરતો.
વાહન માલિકે સૌ પ્રથમ http/fancy.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. ત્યારબાદ સદર વેબ સાઇટ પર લોગઇન કરીને વાહન ખરીદ કર્યાની તારીખ થી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર નંબર પર થી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પુર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન વધારી શકશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડાંગની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button