બેરોજગાર યુવાને નોકરીની શોધમાં 22 હજાર ગુમાવ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
બેરોજગાર યુવાને નોકરીની શોધમાં 22 હજાર ગુમાવ્યા:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના મહાલ ગામે એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર નોકરી અંગેની જાહેરાત દર્શાવતી એપ્લિકેશન જોઈ હતી. જે બાદ યુવકનો સંપર્ક કરતા ન્યુઝીલેન્ડ ખાતે નોકરીની લાલચ આપી યુવક પાસેથી 22 હજાર રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી. સુબીર તાલુકાના મહાલ ગામ ખાતે રહેતા અજયભાઈ રામચંદ્રભાઈ દેશમુખએ પોતાના મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં રેણુકા કન્સલટન્સી નામની કંપનીની નોકરી અંગેની જાહેરાત જોઈ હતી તે પછી કંપનીનો નંબર મેળવી સંપર્ક કર્યો હતો. ત્યારે કંપનીએ ન્યુઝીલેન્ડની નોકરી અંગે જણાવી ૨૨ હજાર રૂપિયા ભરવા જણાવ્યું હતું. ત્યારે કહ્યું હતું કે ૬૦ દિવસની અંદર ન્યુઝીલેન્ડનાં વિઝા અપાવી દેશે. બાદમાં યુવકે ગૂગલ પેથી 22 હજાર રૂપિયા કંપનીને આપ્યા હતા. ત્યારબાદ કંપની તરફથી કોઈ રિસ્પોન્સ નહીં મળતા યુવકે વારંવાર ફોન કરતા કંપનીએ યુવકની ફાઈલ અંડર પ્રોસેસ હોવાનું જણાવ્યું હતું. પછી તો તેઓ ફોન પણ રીસીવ કરતા ન હતા.
છેવટે યુવકને કહી દીધું કે, “તારા પૈસા તને નહીં મળે, અમારું અકાઉન્ટ ડી-ફીઝ કરાવી દે નહીં તો તને પાંચ લાખની મેટરમાં ફસાવી દઈશુ’ જેથી યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.