Dang
નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
દિનકર બંગાળ, વઘઈ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળના નહેરુ યુવા કેન્દ્ર-આહવા દ્વારા ૫ મી જુન ‘વિશ્વ પર્યાવરણ’ દિનની ઉજવણી નિમિત્તે, ડાંગ જિલ્લાના મોટી દબાસ, આમસરપાડા, ખાંબલા, બોરીગાંવઠા, હનવતપાડા, કડમાલ, તેમજ ડોન ગામમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે કાર્યક્રમ અંતર્ગત અહિં યુવાઓ પર્યાવરણ જાળવણીના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ અન્ય લોકોમાં પર્યાવરણ જાગૃકતા ફેલાવી હતી. આ સાથે જ યુવાઓએ વૃક્ષારોપણની પ્રવૃતિ પણ કરી હતી.