સાપુતારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ફાયર સેફ્ટીની આપવામાં આવી તાલીમ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ફાયર સેફ્ટીની આપવામાં આવી તાલીમ
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: દેશભરમાં આકસ્મિક આગ લાગવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં પણ જીવલેણ આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે. જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લામાં પણ આવી જીવલેણ ઘટના ન બને તેના માટે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના સુચના હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ સાપુતારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન.ઝેડ.ભોયા ની ઉપસ્થિતિમાં વિશાલ ફાયર પ્રોડક્શન વડોદરાના મેનેજિંગ ડાયરેક્ટર હરિરામ ગુપ્તાના માર્ગદર્શનથી સાપુતારા પોલીસ લાઈન ખાતે પોલીસ કર્મચારીઓને ફાયર પ્રોટેક્શનના સ્ટાફ દ્વારા ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી તેમજ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવા તેની પ્રાથમિક સમજણ સાથે ડેમો ટ્રેશનનું પણ આયોજન કરી ઝીણવટતાથી આગ લાગે તો આગ પર નિયંત્રણ કેવી રીતે લાવી અને આગને ઓલવી શકાય જેવી પ્રાથમિક સમજણ સાથે ડેમોટ્રેશનનુ આયોજન કરી માહિતી આપવામાં આવી હતી.