Education

ગંગપુર મુખ્ય શાળામાં મુખ્ય શિક્ષક ધીરુભાઈ પટેલનો વય નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો:

શ્રોત:ગ્રામિણ ટુડે ન્યુઝ , વાંસદા કમલેશ ગાંવિત 

ગંગપુર ગામે કાર્યરત મુખ્ય પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં ધીરુભાઈ પટેલ નો વય નિવૃત્તિ બદલ વિદાયમાન  કાર્યક્રમ યોજાયો:

ગંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી ધીરુભાઈ બાબરભાઈ પટેલનો વિદાય કાર્યક્રમ વાંસદા ના  TPO હરિસિંહ પરમારજી ની હાજરીમાં યોજાયો.

વાંસદા તાલુકાના ગંગપુર ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં હનુમાનજી મંદિર દેવિવડ હોલમાં વાંસદા તાલુકા શિક્ષણ અધિકારીશ્રી TPO હરિસિંહ પરમારના અધ્યક્ષતામાં વય નિવૃત્તિ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આચાર્યશ્રી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ બાબરભાઈ પટેલના વિદાય કાર્યક્રમમાં આજુબાજુ શાળાના ગામના શિક્ષકગણ, ગામના વાલીઓ, SMC સભ્યો, શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગામના સરપંચ રાજેન્દ્રભાઈ ભગરીયા, માજી સરપંચ કમલેશભાઈ ગાંવિત, સુરેશભાઈ થોરાટ, માંડવખડક સરપંચની ઉપસ્થિતિમાં તમામે પુષ્પ ગુચ્છ અને શ્રીફળ આપી સાલ ઓઢાડી ને  સન્માન પત્ર સાથે વિદાય આપી હતી. ધીરુભાઈ પટેલે ગંગપુર મુખ્ય શાળામાં 2000 ની સાલ લગભગ 2૩ વર્ષથી સંપૂર્ણ ફરજ બજાવી નિવૃત થયાં તે બદલ ગામજનો એ અને આવેલા તમામે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ગામના શિક્ષક ગુલાબભાઇ ચવધરીએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી શબ્દો દ્વારા અને પુષ્પો આપી મહેમાનો ને આવકારી લીધાં હતાં. અંતે  પંકજભાઈ પટેલ ચીકટિયા ગામનાના શિક્ષક દ્વારા કાર્યક્રમને વધારે સફળ બનાવવા જહેમત ઉઠાવી  હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button