Dang

ડાંગ જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરાઇ:

પ્રદિપ ગાંગુર્ડે,  સાપુતારા: તારીખ ૧૫મી નવેમ્બર ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ડાંગ જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આહવા તાલુકાના નિમપાડા ગામે ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી  કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા ભગવાન બિરસા મુંડાના જીવન વિષે યુવાઓને અવગત કરાવાયા હતા.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આહવા તાલુકા સદસ્ય શ્રી વિજયભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાન તરીકે ચિંચલી ગૃપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી કલ્પેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે શ્રી વિજયભાઇ ચૌધરીએ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાના જન્મજંયતીથી શિક્ષણ સહિત તેમના જીવન પરીચય, વ્યવસાય તેમજ અંગ્રજો સામેની લડત વિશે વિસ્તાર પુર્વક માહિતી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button