Exclusive VisitGujarat

એક બહેનને મિલકતમા ભાગ અપાવવા સમજાવતી અભ્યમ-181 મહિલા હેલ્પલાઇન નવસારી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

 

 નવસારી વિસ્તારના એક જાગૃત નાગરિકે 181 પર કૉલ કરી જણાવેલ કે કોઈ મહિલા પૂર્ણાં નદી પાસે સુસાઇડ કરવાની કોશિશ કરે છે, હાલ તેમને મદદ ની જરૂર છે અમે મહિલા ને સુરક્ષીત જગ્યા  પર સમજાવી ને બેસાડી છે,

181 અભયમ ટીમે તાત્કાલિક પોહચી મહિલા નું કોઉન્સિલિંગ કરતા જણાવેલ કે હું પલસાણા ની છું મારી ઘરે મારા માતા પિતા પ્રોપર્ટીના પૈસા આવ્યા છે, જેના કારણે મને રાખતા નથી, માનસિક ટોચર કરે, ઘર માંથી નીકળી જાવા માટે જણાવે છે, નહીં તો સુસાઇડ કરી લે તેમ જણાવે છે, તેમના ભાઈ પણ રાખવાની ના પાડે છે, તેમના પિતા ને જણાવે છે કે બેન ને લઇ આવશો તો તમને પણ ઘર ની બહાર કાઢી મુકીશ, જેથી તેમના પિતા પાસે હોવે  કઇ  નથી રહયું,  બધું છોકરા ના નામે કરી દીધું છે જેથી મહિલા ના પિતા નો ફોને નંબર માંગી કૉલ કરી જણાવેલ કે તમારી દીકરી નવસારી નદી પાસે સુસાઇડ કરવા માટે આવેલ છે, તો તેમના પિતા જણાવેલ કે મને દીકરી જોઈતી નથી તમને પણ છૂટ આપું છું એને મારી નાખો નઇ તો એના હાલ પર છોડી દો હું એનાથી કંટાળી  ગયો છું જેથી તેમના પિતા ને સમજાવતા જણાવેલ કે સચિન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે, જેથી ત્યાં  આવવા માટે તૈયાર થતા તેમના પિતા ને સમજાવેલ અને તેમના ભાઈ ને પણ સમજાવેલ કે તમારી દીકરી અને બેન છે તમારી રાખવાની ફરજ બને છે એની જ્યાં  ભૂલ થાય ત્યાં અને જાણ કરો પરંતુ આવી રીતે ઘર માંથી કાઢી નઇ મુકાઈ હોવી દીકરી અને દીકરા નો પ્રોપર્ટીમાં સરખો ભાગ મળે છે,  જેથી ભેદભાવ રાખવો નહીં અને તમારી દીકરી ને કઇ જોઈતું નથી તમે સારી રીતે રાખો એટલુંજ જણાવે છે, જેથી મળી સમજી ને રહેવું અને કાયદાકીય માહિતી આપતા મહિલાના ભાઈ અને પિતા માની જતા તેમના પરિવાર ને શોપેલ છે અને હવે પછી આવી ભૂલ ના થઇ તેમ જણાવી 181 મહિલા હેલ્પલાઇન ટીમે નો આભાર માનેલ હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button