નેશનલ લેવલની TAEKWONDO સ્પર્ધા માં TAPI TAEKWONDO ACADMEY ના બાળકોએ મેળવ્યો ગોલ્ડ મેડલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નેશનલ લેવલની TAEKWONDO સ્પર્ધા માં TAPI TAEKWONDO ACADMEY ના બાળકોએ મેળવ્યો ગોલ્ડ મેડલ:
ગ્રામીણ ટુડે, તાપી : નાસિક ખાતે યોજાયેલ નેશનલ લેવલ ની TAEKWONDO સ્પર્ધા માં TAPI TAEKWONDO ACADMEY ના બાળકો ત્રિશા અક્ષયકુમાર સાળવે અને કુશ અભિષેક ઠાકોર એ 2-2 ગોલ્ડ મેડલો( કુલ 4 મેડલો) જીતી તાપી જિલ્લા નું નામ રોશન કર્યું છે.
ગત તારીખ 29,30 એપ્રિલ દરમ્યાન નાસિક ખાતે INDIA TAEKWONDO દ્વારા આયોજિત નેશનલ લેવલ ની ફેડરેશન કપ 2024-25 KIDS CHAMPION OF CHAMPION ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી એમાં દેશ ના તમામ રાજ્યો માંથી ખેલાડીઓ એ ભાગ લીધો હતો.આ સ્પર્ધા માં કુલ ૧૫૦૦ બાળકો એ ભાગ લીધો હતો. એમાં તાપી જિલ્લા ના બાળકો ત્રિશા અક્ષયકુમાર સાળવે અને કુશ અભિષેક ઠાકોર એ ભાગ લીધો હતો અને બન્ને એ individule માં ગોલ્ડ મેડલ અને pair માં પણ ગોલ્ડ મેડલ એમ બન્ને એ 2-2 gold મેડલો (કુલ 4 મેડલો)જીતી Kids champion of champion થઈ ને તાપી જિલ્લા નું નામ રોશન કર્યું..આ બન્ને બાળકો All Gujarat Taekwondo ના Secretary શ્રી વિકાસ વર્મા સર અને તાપી ટેકવોન્ડો એકેડમી માં કોચ વિનય પટેલ 4 ડેન બ્લેક બેલ્ટ ના નેજા હેઠળ આગળ ની સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છે.