South Gujarat

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આહવા ખાતેની સિવિલ હોસ્પીટલની મુલાકાત લીધી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આહવા ખાતેની સિવિલ હોસ્પીટલની મુલાકાત લીધી:

રામુ માહલા, ડાંગ: લોકસભાની ચુંટણી બાદ ગતરોજ વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના ડાંગ જીલ્લાના પ્રવાસ દરમ્યાન આહવા ખાતેની સિવિલ હોસ્પીટલની રૂબરૂ મુલાકાત લઈને આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા અને ઉપલબ્ધ સારવાર અર્થેના સાધનો, દર્દીઓને મળતી સુવિધાઓ અને સારવાર માટે પડતી હાલાકી અંગે હોસ્પીટલ સંચાલકો પાસેથી ઝીણવટ ભરી માહિતી લઈ દર્દીઓ સાથે મુલાકાત કરી પરામર્શ કર્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લામાં આરોગ્ય વિષયક સુવિધાઓનો અભાવ હોય અન્ય જિલ્લાઓમાં જવાં મજબુર બને છે ત્યારે હવે આવનારા દિવસોમાં અધ્યતન આરોગ્ય વિષયક સાધનો અને સુવિધાઓ મળશે તેવી ડાંગ જીલ્લાની જનતામા સાંસદશ્રીની મુલાકાત દ્વારા એક નવી આશા ઉત્પન્ન થઈ છે, સાંસદ ધવલભાઈ પટેલની ડાંગ જીલ્લાના પ્રવાસ અને મુલાકાત પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, ડાંગ જીલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, લોકસભાના પ્રભારી શ્રી કરશનભાઈ ટીલવા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવિત, શ્રી આશિષભાઈ દેસાઈ, જીલ્લા મહામંત્રીશ્રી હરિરામભાઈ સાવંત તેમજ ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button