Breaking News

સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગ અને દેશ-વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે ડીપ ટેક્નોલોજી ઇનિશ્યેટીવ્ઝ રૂપે ત્રણ MOU થયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગ અને દેશ-વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે ડીપ ટેક્નોલોજી ઇનિશ્યેટીવ્ઝ રૂપે ત્રણ MOU થયા:

ગ્રામીણ ટુડે ન્યુઝ, ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગ અને દેશ-વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે ડીપ ટેક્નોલોજી ઇનિશ્યેટીવ્ઝ રૂપે ત્રણ મહત્વપૂર્ણ MoU સંપન્ન થયા હતા. આ MoU અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્‍સ ટેક્નોલોજી વિભાગ ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના કરશે. આ ઉપરાંત, નાસ્કોમ દ્વારા રાજ્યની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે તથા IBM દ્વારા તેના વોટસન-એક્સ નામના પ્લૅટફોર્મના માધ્યમથી બૅન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્ર માટે AI ક્લસ્ટર સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, IBM રાજ્યની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો અભ્યાસક્રમ વિકસાવવામાં પણ મદદ કરશે.

આ અવસરે રાજ્યમાં 25,000 જેટલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વર્કફોર્સને તાલીમબદ્ધ કરવા વિવિધ પાંચ કંપનીઓએ રાજ્યની ચાર યુનિવર્સિટીઝ સાથે કોર્સ પ્રોવાઇડર્સના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના આદાન-પ્રદાન કર્યા હતા. આ ઉપરાંત, ITI ગાંધીનગર અને સાયન્સ સિટી વચ્ચે રાજ્યના 10 હજાર વિદ્યાર્થીઓ માટે 180 જેટલા સ્ટેમ (STEM) વર્કશોપનું આયોજન કરવા માટે પણ એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.

– ગુજરાત માટે આજનો દિવસ ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીની દિશામાં આગળ વધવા માટે ખૂબ મહત્ત્વનો
– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સરકાર અને દેશ-વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે MoU સંપન્ન
– દેશ-વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે ડીપ ટેક્નોલોજી ઇનિશ્યેટીવ્ઝ રૂપે ત્રણ મહત્વપૂર્ણ MoU
– GIFT સિટીમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે
– બેંકિંગ, ફાઈનાન્સિયલ અને ઈન્સ્યોરન્સ કંપનીઓને ઉપયોગી થાય તેવું AI આધારિત ક્લસ્ટર તૈયાર કરાશે
– રાજ્યની ચાર યુનિવર્સિટીઓ GTU, IITRAM, P.D.E.U અને ગણપત યુનિવર્સિટી એગ્રિગેટર્સ તરીકે જોડાઇ
– ITI ગાંધીનગર અને સાયન્સ સિટી વચ્ચે સ્ટેમ (STEM) વર્કશોપનું આયોજન કરવા એગ્રીમેન્ટ
– 10 હજાર વિદ્યાર્થીઓ માટે 180 જેટલા સ્ટેમ (STEM) વર્કશોપનું આયોજન કરવા માટે એગ્રીમેન્ટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button