South Gujarat

ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ. પી.કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુંથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ. પી.કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુંથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ:

કમલેશ ગાંવિત, વાંસદા: આજરોજ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ. પી.કાપડિયા વિદ્યામંદિર ગંગપુર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સમગ્ર એમ.પી. કાપડિયા વિદ્યામંદિરના પ્રાથમિક વિભાગમાં કુલ ત્રણ નંબર તેમજ માધ્યમિક વિભાગમાં ત્રણ નંબર ઉત્કૃષ્ટ વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે ધોરણ 8 ની રિયા પ્રવીણ દેશમુખ તેમજ માધ્યમિક વિભાગમાં ધોરણ 11 ની બેથલેન વીનેશ પવાર પ્રથમ નંબરે પ્રાપ્ત કર્યા હતા. તેમજ મહેંદી સ્પર્ધામા પ્રથમ હેમાક્ષી અભિમન્યુ ગાંવિત અને માઘ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે બેથલેન વીનેશ પવાર આવ્યા હતાં.

આ સ્પર્ધામાં નિર્ણાયક ટીમ તરીકે સુનિતાબેન થોરાટ, પૂર્વી થોરાટ, મિતિશા પટેલ તેમજ પ્રિયંકાબેન ચવધરી એ જજિસ તરીકેની ભૂમીકા ભજવી હતી. આજના કાર્યક્રમમા અનેક વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષકશ્રી કલ્પેશભાઈ ગાવીત એ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button