જીલ્લામાં અધિકારીઓ દ્વારા RTI નિયમોનો ભંગ, અરજદારે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી માહોલ ગરમાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
જીલ્લામાં અધિકારીઓ દ્વારા RTI નિયમોનો ભંગ, અરજદારે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી માહોલ ગરમાયો
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ સેવા મંડળ, આહવા સંચાલિત (ગ્રાન્ટ ઇન એઈડ) છાત્રાલયોમાં ગૃહપતિ, ગૃહમાતા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની ભરતીની જાહેરાત ન્યુઝ પેપરમાં તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ આપવામાં આવી હતી. ત્યારે આ ભરતીમાં ગેરરીતી થયા હોવાની શંકા અરજદારને થતા અરજદારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પુર્ણ થતા તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને આવરી લેય તેવા મુદ્દા નં ૧ થી ૬ સુધીની માહિતી મળે તેવી માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અરજદારે ડાંગ સેવા મંડળ આહવાએ કરેલી ભરતીની સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા હેઠળ માંગવામાં આવેલ હતી. પરંતુ ૩૦ દિવસ પૂર્ણ થયા હોવા છતાં પણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, આહવા દ્વારા માહિતી આપવામાં આવેલ ન હતી. શું અઘિકારીઓ સરકારના કાયદાથી પણ મોટા થઈ ગયા છે. તેવા સવાલો અરજદાર સાથે ડાંગ જિલ્લાના નાગરિકોને ઉદભવી રહ્યા છે.?
અરજદારને માહિતી ન મળતા તેમણે તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજ પ્રથમ અપીલ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ડાંગને કરી હતી. ત્યારે પ્રથમ અપીલ સુનાવણીમાં અરજદારને અધૂરી અને ગેરમાર્ગે દોરે તેવી ભ્રામક માહિતી આપવામાં આવી હતી.
અરજદારને આર.ટી.આઈ દ્વારા માંગવામા આવેલ માહિતી સાથે સંબંધિત અધિકારીઓના સંતોષકારક જવાબ નહી મળતાં અધૂરી માહિતી અધિકારીઓ દ્વારા આપતા, અને ભ્રસ્ટાચાર થયાની આશંકા જતાં અરજદારે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવતા સમગ્ર ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ અરજદારે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ નોંધાવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલ જોવા મળી રહ્યો છે.