Business
બેંક ઓફ બરોડા- RSETI દ્વારા નાણાકિય સાક્ષરતા માટેની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
બેંક ઓફ બરોડા- RSETI દ્વારા નાણાકિય સાક્ષરતા માટેની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો:
વ્યારા-તાપી : આજરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ સ્થિત બેંક ઓફ બરોડાની રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ(RSETI)ઇન્દુ ખાતે ૩૦ જેટલા સખીમંડળની બહેનોને હર્બલ સાબુ, ડિટર્જન્ટ, અને ફિનાઇલ બનાવવાની તાલીમની પુર્ણાહુતિ કાર્યક્રમ તથા ૫૩ જેટલી સખી મંડળની બહેનોને નાણાકિય સાક્ષરતા માટેની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બરોડા આરસેટીના નિયામક ઉમેશ ગર્ગ દ્વારા મિશન મંગલમના ડીએલએમ પંકજભાઇ પાટીદાર, સહિત RSETI અને મીશન મંગલમના કર્મચારીઓ અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
એડિટર: ડો.સુનિલકુમાર ગામીત