ચિંચલી ગામની ૧૫ વર્ષીય કિશોરીને યુવકે લગ્નની લાલચે ભગાડી માતા-પિતાએ આહવા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ચિંચલી ગામની ૧૫ વર્ષીય કિશોરીને યુવકે લગ્નની લાલચે ભગાડી માતા-પિતાએ આહવા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ચિંચલી ગામે યુવકે ૧૫ વર્ષ ૬ માસ ૨૫ દિવસની કિશોરીને દાઉદ નામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી ભોળાવી ફોસલાવી ભગાડી લઈ ગયેલ હોવાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મળતી વિગતો મુજબ ચિંચલી ગામની કિશોરીને પીપલાઈદેવીના દાઉદ નામનો યુવક લગ્નની લાલચ આપીને તારીખ ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ ભગાડી લઈ ગયો હોવાની માહિતી મળતા કિશોરીના માતા-પિતા સમાજમાં બદનામીના ડરથી પોતે પોતાની દીકરીની શોધખોળ કરી હતી. અંતે શોધખોળ કરતા પોતાની દીકરીની ભાળ ન મળતા પોતાની દીકરી પરનો પ્રેમ દિવસે ને દિવસે માતા-પિતાને દિકરી સુરક્ષિત તો રહેશેને એવી ચિંતા કરી ખાવાતા છેવટે માતા પિતાએ આહવા પોલીસ સ્ટેશનને જઈને તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ આહવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
કિશોરીના માતા-પિતાએ ગામના આગેવાનો કૌટુંબિક સગા-સંબંધી સાથે ચર્ચા વિચારણા કરીને આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આહવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ.પટેલે માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા માતા-પિતાની ચિંતાને વ્યાજબી ગણવી જલ્દીથી તેમની દિકરીની શોધખોળ કરી તેમને પરત કરવાનું આશ્વાસન આપ્યું અને આરોપી યુવકને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મળી હતી.