ડાંગમાં વાડજ ચીભડા ગળી ગઈ તેવો સામે આવ્યો કિસ્સો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં વાડજ ચીભડા ગળી ગઈ તેવો સામે આવ્યો કિસ્સો:
દિનકર બંગાળ,વઘઈ: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બારીપાડા ગામે પાણીના સ્ત્રોતને વધુ મજબૂત કરવાના આશયથી એક વર્ષે પહેલા બનાવેલ ચેકડેમ ભ્રષ્ટાચારની ચાડીએ ચડેલો હતો અધિકારીઓ પણ ચેકડેમ બનતી વખતે સુપરવિઝન ન કરતાં કોન્ટ્રાક્ટને ચેકડેમમા નખરી વેઠ ઉતારવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. જેનુ પરીણામ ચેકડેમમાંથી પાણી લીકેજથી જોવા મળી રહ્યુ હતું.
ચેકડેમ લીકેજ થતા વહીવટી તંત્રએ ચેકડેમ રીપેરીંગની કામગીરી ઈજારાદારને સોપી છતાં કામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી કામ પૂર્ણ કરીને માટીનું ખોદકામ કરી એ જ ચેકડેમને માટીથી પુરાણ કરીને ઈજારદારે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલ હોય તેમ લાગી રહ્યું છે.
જે કામ ગ્રામજનોએ જોતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, આ ચેકડેમનું રીપેર તો કરવામાં આવ્યું છે. પરંતુ આ ચેકડેમમાંથી જેસીબી દ્વારા ખોદકામ કરીને ડેમને અડીને માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું છે જેના કારણે પાણીનો સંગ્રહ થશે કે, નહીં તે સ્પષ્ટ દેખાય છે તો શું આ રીપેર કરવામાં આવેલ ચેકડેમ રીપેરમાં હતું કે પુરાણ માટે હતું એ કંઈ સમજાતું નથી તેવા સવાલો ગ્રામજનોએ કોન્ટ્રાક્ટ અને વહીવટી તંત્રને પુછી રહ્યા છે.
તો જોવાનું રહ્યું કે, ડાંગ જિલ્લાના વહીવટી તંત્રનાં અધિકારીઓની મિલીભગતથી આવા બોગસ કામો કરીને સરકારના પૈસા ચાવ કરી જતા સતાધિસો અને જવાબદાર તંત્ર પર કોણ અને કેવી કાર્યવાહી કરશે તે જોવાનું જ રહ્યું.