Gujarat

ટુંકા લગ્ન જીવન બાદનાં ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહિલા અભ્યમ્ નવસારી: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, નવસારી કમલેશ ગાંવિત 

4 મહિના નો લગ્ન જીવનનો અભયમ દ્રારા સુખદ સમાધાન કરાવતી મહિલા અભ્યમ્ નવસારી: 

આજ રોજ મહિલા હેલ્પલાઇન અભ્યમ્ 181 નવસારીમાં કોલ કરી મદદ માંગવામાં આવેલ કે મારી સાસરી વાળા રાખવાની ના પાડે છે હું પ્રેગનેટ છું 3 મહિના છે અને મારા પતિ રાખવાની ના પાડે છે જેમા મદદ માંગતા મહિલાના સાસરીવાળા અને પતિ ને રાખવા માટે સમજાવ્યા હતા.

 મળતી માહિતી મુજબ મહિલા એ જણાવેલ કે મારા લંગન ને 4 મહિના થયા છે અને 3 મહિના સાથે પ્રેગનેટ છું અને પ્રેમ લગ્ન કર્યા છે, મહિલા ના પતિ તેમને 4 દિવસ થઈ તાવ આવે છે પરંતુ દવાખાને લઈ જતા નથી અને નણંદ ઘરે આવે તો મેહણા ટોણા મારે છે તેમની સાસુ લોકો નણંદ જેમ જ કહે તેમજ કરે છે મહિલા સારવાર માટે તેમના પીયર ગઈ હતી પરંતુ સાસરી વાળા તબિયત કેવી છે, તે પૂછવા કોલ કારીયો નથી, અને નણંદ નો કોલ આવતા નાઈ ઉપાડેલ જેથી ગમે તેમ બોલિયાં હતાં જે 181 અભ્યમ્ મહીલા હેલ્પ લાઈનને પોતાની વ્યથા જણાવી હતી, જેથી સાસરી વાળા ને સમજાવેલ કે હાલ પરિસ્થિતિ ખુબજ ખરાબ છે અને તમારી વહુ પ્રેગનેટ છે તો તેની કાળજી લેવી તમારી ફરજ બને છે અને તેમની કઈ ભૂલ થઈ તો તેને સમજાવવું નથી રાખવું આ સમાધાન નથી જેથી તેમના પતિ ને પણ સમજાવેલ કે તમારે જોબ પરથી રજા નઈ મળે તેમ હોઈ તો ઘરની વ્યક્તિ ને જણાવવું જેથી તેઓ સારવાર માટે લઈ જઈ અને હજુ તમારા લગ્નને 4 મહિના થયા છે અને તમે છુટા થવાનો નિર્ણય લેવો છો જીવન માં નાના મોટા ઝગડા બધેજ થઈ છે, પરંતુ તેનો નિર્ણય છુટા થવાનો નઇ પરંતુ બન્નેવ સમજી ને જીવન જીવવું કોઈ ના કેવા ઉપર નઇ આમ બન્ને પક્ષ ને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું જેથી મહિલા ના માતા પિતા એ 181 ટીમેનો આભાર માનતા જણાવેલ કે મારી દીકરી નું ઘર તૂટતાં બચી ગયુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button