Crime

સુબિર તાલુકાના ગવ્હાણ ગામે યુવકે મોટરસાઇકલ કામ અર્થે લીધી, પરત ફરતા મારામારીની ઘટના બની

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સુબિર તાલુકાના ગવ્હાણ ગામે યુવકે મોટરસાઇકલ કામ અર્થે લીધી, પરત ફરતા મારામારીની ઘટના બની

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગવ્હાણ ગામના રહેવાસી શિવાજીભાઈ કુંવરના મહારાષ્ટ્ર રાજ્યમા માજીરગામે સગા-સંબંધીમાં અવસાન થયેલ હતું. ત્યારે અંતિમ વિધિમાં જવા માટે યુવક જોડે વાહનની સુવિધા ન હોવાથી યુવકે વાહનની સુવિધા માટે શોધ કરવા માટે નીકળેલો હતો. ત્યારે પીપલદહાડ ગામે ચાર રસ્તા પાસે એમનો મિત્ર મળ્યો અને તેના પાસેથી એક દિવસ માટે મોટરસાઈકલ માંગી હતી. પણ શિવાજીભાઈને મોડું થતા બીજા દિવસે બાઈક આપવા જતા મારામારીની ઘટના બનવા પામી હતી. સમગ્ર ઘટના બાબતે સુબીર પોલીસ સ્ટેશનમાં પીડીત યુવકે ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button